છગન એના ચીની મિત્રને હોસ્પિટલમાં મળવા ગયો. ચીની મિત્ર : 'ચીન યુન યાન' એટલું બોલીને મરી ગયો. મિત્રના છેલ્લા શબ્દો શું હતા એ જાણવા છગન ચીન ગયો અને એ શબ્દોનો અર્થ પૂછ્યો.
અર્થ હતો : 'તું મારી ઑક્સિજનની નળી ઉપર ઊભો છે.'
નટુ : 'અલ્યા ગટુ, લેન્ડલાઈન અને મોબાઈલ વચ્ચે ફરક શો ?'
ગટુ : 'એ તો બહુ સરળ છે. લેન્ડલાઈનનો નંબર આપણે આંગળીથી ઘુમાવીએ છીએ, જ્યારે મોબાઈલનો અંગૂઠાથી.'
સરકસમાં રિંગમાસ્ટરે સાકરનો ટૂકડો મોમાં રાખીને સિંહને પોતાની તરફ આવવા ઈશારો કર્યો. સિંહ આવ્યો અને તેમના મુખમાંથી સાકરનો ટૂકડો લઈ ખાઈ ગયો.
આ દ્રશ્ય જોઈ ચિંટુ બોલ્યો : 'આ તો સાવ સહેલી રમત છે.'
રિંગમાસ્ટર ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો : 'તો પછી તમે કરી શકો એમ છો ?'
ચિંટુ કહે : 'સિંહ કરી શકતો હોય તો હું કેમ ના કરી શકું ?'
Post a Comment