Gujarati Sayari Part - 1

કોઈ પૂછે છે મને?



કોઈ પૂછે છે મને કે મિત્ર એટલે શું?
હું કહીશ કે એવો સંબંધ કે જેમાં કોઈ તિરાડ પડતી નથી !

કોઈ પૂછે છે મને કે સંબંધ એટલે શું?
હું કહીશ કે એ એવો પ્રેમ છે કે જેમાં કોઈ ગેરસમજ ને સ્થાન નથી !

કોઈ પૂછે છે મને કે પ્રેમ એટલે શું?
હું કહીશ કે જીંદગી ની એ એવી રચના છે કે જેમાં ડુંબીશું તો તરી જવાશે !

અને કોઈ પૂછે છે મને કે જીંદગી એટલે શું?
તો હું કહીશ કે સારા મિત્રો, સાચો સંબંધ અને નિઃસ્વાર્થ પ્રેમ એટલે જ જીંદગી !


Post a Comment